Uncategorized

સ્વાઈનનું “સ્ટ્રેઈન”…

હું છેલ્લા બે દિવસથી એક અગ્રગણ્ય અખબારમાં સ્વાઈન-ફ્લુ અંગે છપાયેલા સમાચારનું વાંચન-મનન કરી રહ્યો છું.

ગઈ કાલે તેઓએ પ્રથમ પાના પર “એચ વન અને એન વન” માટે જાહેર કર્યું કે “મુખ્યત્વે તેના મચ્છરથી જ ફેલાતા આ તાવની ઝપટ…….”

આજે તેઓ આનાથી પણ બે ડગલા આગળ વધીને હેડલાઇનમાં લખે છે કે

“વાયરસમાં નહી સ્ટ્રેઈનમાં બદલાવ થતા સ્વાઈન ફ્લુ વકર્યો”.

અને તે પછી જણાવે છે કે

“H1N1નો આંશિક પ્રભાવ વધ્યો છે પરિણામે સ્વાઈન ફ્લુ વકર્યો છે. આ ઉપરાંત દેશમાં તબક્કાના વાયરસમાં લીનીએઝ ફેરફાર થયો છે. કેલીફોર્નીયા સ્ટ્રેઈનને બદલે મિશિગન સ્ટ્રેઈન થતા સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું છે. વાયરસમાં કોઈ બદલાવ થયો નથી બલ્કે સ્ટ્રેઈનમાં બદલાવ થયો છે.”

અંગ્રેજીમાં જ્યારે વાક્યોને તેમનામાં રહેલી ભૂલો સાથે ક્વોટ કરાય ત્યારે sic લખવાનો રિવાજ છે, પણ મને ઘણીવાર લાગે છે કે જ્યારે ગુજરાતીમાં “વિજ્ઞાન” લખાય ત્યારે એમાં એક k ઉમેરવાની જરુરીયાત ઉભી થાય છે 😞

હવે આ વાત જરાક સમજીએ….

પહેલા તો H1N1 અને સ્વાઈન ફ્લુ બંને એક જ વસ્તુનાં બે સ્વરૂપ છે, એક વાયરસ છે અને બીજો તેનાથી થતો રોગ છે. આ રોગ આપણા સદ્દભાગ્યે મચ્છરથી ફેલાતો નથી.

હવે વાયરસ અને સ્ટ્રેનની વાત…

સમજવાની જરુર છે કે H1N1 એક નામ છે કે જેના ઘાટ જુદાજુદા હોય અને એને “એક” જ વાયરસ કહેવો એ અકાડેમીક કનવીનીયન્સ છે. સ્ટ્રેન બદલાય એટલે એ એક નવું જ પ્રાણી બને કે જેનું જનીન બંધારણ અલગ હોઈ તેના પર નવેસરથી કામ કરવું પડે.

૧૯૧૮માં કરોડો લોકોને મરનાર પણ H1N1 જ હતો માત્ર “સ્ટ્રેઇન” અલગ હતો.

કેલીફોર્નીયા સ્ટ્રેઈનને બદલે મિશિગન સ્ટ્રેઈન આવ્યો છે એ ખાસ સમાચાર નથી કારણ કે WHO એ વર્ષની શરૂઆતમાં જ તેની એડવાઈઝરીમાં જાહેર કર્યું હતું કે “A/Michigan/45/2015 replaces A/California/7/2009”. અને પ્રભુદયાથી આ નવા સ્ટ્રેન વધુ જોખમી નથી. ભારતમાં બીજા શહેરો કે જ્યાં સ્વાઈન ફ્લૂ આપણી જેમ જ આતંક ફેલાવી રહ્યો છે ત્યાં ના વાયરસનું જનીન-પ્રુથક્કરણ આપણી પૂના સ્થિત National Institute of Virology (BtW, આપણા દેશમાં પણ વિજ્ઞાનીકો છે અને કામ પણ કરે છે) કરીને ચકાસી લીધું છે કે આ મિશિગન સ્ટ્રેઇન જ છે.

હવે…આ સ્ટ્રેઈન બદલાવાથી શું ફરક આવ્યો?

ફરક એ છે કે દવા તો એજ ચાલશે પણ તેની રસી (vaccine) બદલવી પડશે. પણ આ ફ્લૂની ખાસ ચિંતાની જરુર નથી કારણ કે એની mortality (માણસ મારવાની ક્ષમતા) ઓછી છે.પણ આ “સમાચાર”થી ગુજરાતીઓ એ ખુબ ચિંતા કરવાની જરુર છે કારણ કે તેમની ભાષામાં આટલી સાદી વાત પણ સમજી શકાય તે રીતે લખનાર દેખાતા નથી 😞

I am happy to admit that I have managed surviving till now with minimum effort as all my intellect has be used to avoid doing anything meaningful. As I needed to while all the free time I generated in course of being lazy, science has been my favorite muse that I have enjoyed company of. As an effort to kill time (in a way, to get even with it) one fine day I decided to write a science column, more for my personal amusement than to attract readers. After getting educated about the attention span of modern readers from my editor, it became more like a challenge to tackle esoteric subjects in 600 words that I have managed to remain interested in for more than a year now. I do not want to add my worldly profile here as these are ideas that need to be considered only on the merits they carry and not as an opinion of a certain human being.

0 comments on “સ્વાઈનનું “સ્ટ્રેઈન”…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: